પાણીની આવક થતા રાતકડી ગામનો કોઝ-વે તૂટ્યો

admin
1 Min Read

રાજ્યભરમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. સમગ્ર રાજ્યમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વિશ્વામિત્રિ નદીની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે, જેથી વડોદરામાં ફરી પૂરનું સંકટ તોળાઇ રહ્યું છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હત્યી સુરેન્દ્રનગરના સાયલામાં ધોધમાર વરસાદ થતા રાતકડી ગામનો કોઝ-વે તૂટ્યો છે.

ભારે વરસાદ થતા ભોગવો નદીમાં પાણીની આવક થઈ. પાણીની આવક થતા નદી પરનો કોઝ-વે તૂટ્યો હતો. પાણીનો પ્રવાહ વધારો હોવાના કારણે કોઝ-વે તૂટ્યો છે. કોઝ-વે તૂટતા રાતકડી, ધાંધલપુર, ધજાળા, કરાડી સહિતના ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.:

 

Share This Article