સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે સતત વરસાદને કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક ધોવાઇ ગયો છે. ત્યારે વઢવાણ, ધ્રાંગધ્રા, પાટડી અને લખતર પંથકના ખેડૂતો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. અને જે ખેડૂતોને 50 ટકાથી ઓછું ઉત્પાદન આવે તેમ છે તેવા ખેડૂતોને તાત્કાલીક 25 ટકા વળતર ચૂકવવા માંગ કરી હતી. તેમજ વઢવાણ પંથકના ખેડૂતોના પાક નુકશાનીના ફોર્મ લેવા પ્રશ્ને ખેડૂતોએ મામલતદાર કચેરીમાં ઉગ્ર રજૂઆતો કરી હતી. ખેડૂતોને થયેલા નુકસાન બાબતે સરકારે 48 કલાકમાં અરજી કરવા જણાવ્યું હતુ. જેમાં જિલ્લાના 27 હજારથી વધુ ખેડૂતોએ અરજી કરી છે. પરંતુ મોટા ભાગના ખેડૂતોને તમામ પાક અતિવૃષ્ટીના કારણે બળી ગયો છે. આથી વઢવાણ, ધ્રાંગધ્રા, પાટડી, લખતર સહિતના તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં લેખીત આવેદન પાઠવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વીમાફસલ યોજના અંતર્ગત જે ખેડૂતોને 50 ટકાથી ઓછું ઉત્પાદન થાય તેમ હોય તેવા ખેડૂતોને તાત્કાલીક સર્વે કરી 25 ટકા વળતર તાત્કાલીક ચૂકવવાનો નિયમ છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -