રાજ્યમાં થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું હતું. ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દ.ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ભારે વરસાદને પગલે ધ્રાંગધ્રાના વાવડી ગામની નદીમાં અનેક લોકો ફસાયા હતા. જે બાદ આજે વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ માલવણ પાસેથી પાન્નીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ પહેલા કુલ 6 જણાનાના મૃતદેહ મળ્યા હતા. આ માટે સ્થાનિક વહીવટી તંત્રને જાન કરવામાં આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રએ વાયુસેનાની મદદ પણ માંગી હતી. વાયુસેનાએ હેલીકોપ્ટર પણ મોકલ્યું હતું પરંતુ ખરાબ હવામાનના કારણે હેલીકોપ્ટર પાછુ ફર્યું હતું. તમને જણાવી દઈએ કે ધ્રાંગધ્રાના વાવડી ગમે ફૂલકું નદી આવેલી છે. 24 કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે ફૂલકું નદીમાં પુર આવ્યું હતું. આ દરમિયાન અનેક લોકો તેમાં ફસાયા હતા.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -