સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. ત્યારે પાટડીની મેઈન બજારમાં 2 આખલા વચ્ચે જંગ જામ્યાનો વીડિયો વાયરલ થયો છે. આ રખડતા ઢોરને લઈ ખાસ કરીને મહીલાઓ. બાળકો સહિત લોકોને નીકળવામાં મુશ્કેલી સર્જાય છે.આથી પાટડી નગરપાલિકા ઢોરના ત્રાસ દૂર કરવા માટે યોગ્ય પગલા લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે અખલા ઝઘડતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે અને દોડધામ મચી છે. આવી ઘટના વાંરવાર સર્જાતા દુકાનદારોને હેરાનગતિનો સામનો કરવો પડે છે અને વાહન ચાલકોને પણ મુશ્કેલી ઉભી થાય છે. આખલા ઝઘડવાના કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઉત્પન થઇ હતી. દુકાનદારોએ અનેક વખત એઅજુઆતો પણ કરી છે. પરંતુ તંત્ર કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી તેવું દુકાનદારોનું કહેવું છે. અખલા બાજવાના કારણે કોઈ જાનહાની થાય અથવા અકસ્માત થાય તો કોઈ જવાબદારી લેશે તેવું દુકાનદારોએ કહ્યું હતું.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -