સુરેન્દ્રનગરમાં વિજયાદશમી નિમિત્તે રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય શૌર્ય યાત્રાનું આયોજન મંગળવારે સવારે કરવામાં આવ્યું હતુ. ક્ષત્રિય સમાજના આગેવાનોએ શક્તિ માતાના મંદિર પ્રાંગણમાં શસ્ત્ર પૂજન કરીને સફેદ શર્ટ અને કેસરી સાફા પાઘડી સાથે ક્ષત્રિય શૌર્ય યાત્રા યોજી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેર ઉપરાંત વઢવાણ અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. શહેરના દાળમીલ રોડ ઉપર આવેલ શકિત માતાજીના મંદિરેથી ક્ષત્રિય શૌર્ય યાત્રા પ્રસ્થાન કરીને શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી દરબાર બોર્ડિંગ ખાતે સપન્ન થઈ હતી. આ ક્ષત્રિય શૌર્ય યાત્રાને સફળ બનાવવા પ્રમુખ રૂદ્રદતસિંહ ઝાલા, કરણી સેનાના પ્રદેશ પ્રમુખ લકકીરાજસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ પરમાર, હરદેવસિંહ પરમાર, બ્રીજરાજસિંહ ચુડાસમા તેમજ રાજપૂત કરણી સેનાના ભાઈઓ જહેમત ઉઠાવી હતી.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -