સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને રાજકોટ હાઇવે પર આવેલા આપાગીગા ઓટલે દશેરા નિમિત્તે શ્રી દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમા ત્યાના મંહત નરેન્દ્રબાપુ દ્વારા સોરાષ્ટભરમાંથી ગરબી મંડળની બાળાઓને બોલાવી હતી. તેનામા ગરબાની હરિફાઇ રાખવામા આવી હતી અને વિજેતા ગરબી મંડળીને ઇનામ આપવામાં આવ્યું હતું. દેશભરમાંથી સંતો મહંતો આવે છે અને આવી આ કાર્યક્રમમા હાજરી આપે છે. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં બાળઓ અહિ આવે છે અને ગરબે ઘુમિને માતાજીની ભક્તિ કરતી જોવા મળે છે. આ કાર્યક્રમમા પ્રસિદ્ધ ગાયક કિર્તિદાન ગઢવી અને પુનમ ગોંડલિયાના સ્વરમાં ગરબાનો આનંદ લોકોએ લીધો હતો.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -