સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ઉમરડાના શિક્ષકની બદલી માટે ગ્રામ જનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઉમરડાના શિક્ષક રમેશભાઈ ગોલાણીની બદલી કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે. તાલુકા શિક્ષણ અધિકારી વી.ડી.સુથારને અગાઉ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. સરપંચે ઓચિંતાની સ્કૂલની મુલાકાત લેતા શિક્ષક રમેશભાઈ ગોલાણી ચાલુ સ્કુલે અને ચાલુ ક્લાસમાં મોબાઈલમાં ગેમ રમવામાં એવા તે મશગુલ હતા કે તેઓનો વિડીયો ઉતરે છે તેની પણ તેમને જાણ ન હતી. આચાર્યએ અરુણભાઈ કાલીયાને અનેક વખત રજૂઆત કરતા શિક્ષક સામે કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી તે ખુબ ગંભીર બાબત છે. ઉમરડા કુમાર શાળાતો જાણે રામ-ભરોસે ચાલી રહી હોય તેવું લાગે છે. ઉમરડા ગ્રામ-પંચાયતે સ્વ-ખર્ચે સ્કુલના દરેક રૂમમાં સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરેલ હોય જેને શિક્ષકો દ્વારા અવાર-નવાર બંધ કરી દેવામાં આવે છે. તાલુકા શિક્ષણાધિકારી વી.ડી.સુથાર દ્વારા આઠ દિવસની અંદર શિક્ષક સામે કડક પગલાં લેવામાં નહિ આવે તો ઉમરડા ગ્રામજનો દ્વારા ઉમરડા કુમારશાળાને તાળાબંધી કરવામાં આવશે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -