આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. દરેક લોકો પોતાની આસપાસ બનતી ઘટનાઓને તાત્કાલિક પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. ત્યારે અમુક વીડિયો એવા હોય છે જે આપણું મન-મગજને હલાવીને રાખી દે છે. આવો એક વીડિયો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. આમ તો ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો છે. પરંતુ સોશિયલ મીડિયામાં આ ઘટના જોતા હૃદયના પાટીયા બેસી જાય તેમ છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, હાલ દિવાળીનો તહેવાર આવીને ઉભો છે. ત્યારે સુરેન્દ્રનગરનો એક વેપારી પોતાની દુકાનામાં ગ્રાહકને વસ્તુ બતાવી રહ્યો હોય છે, ત્યારે તેને અચાનક હાર્ટએટેક આવે છે અને ઢળી પડે છે, થોડીવારમાં તેનું મૃત્યું પણ થાય છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સુરેન્દ્રનગરમાં આવેલ દીપ ચશ્મા ઘરના છે. જેમાં દુકાનના માલિક મનીષભાઈ શાહને ગ્રાહકોને ચશ્મા બતાવી રહ્યા હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ જોતજોતામાં નીચે ઢળી પડ્યા હતા. આ ઘટના જોઈ ગ્રાહકો પણ ચોંકી ગયા હતા. જોકે, હાર્ટએટેકમાં મનીષભાઈનું મૃત્યુ થયું. પણ સમગ્ર ઘટના તેમના દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -