વિધવા પેન્શનના હુકમોને ચારથી છ માસનો સમયગાળો વિતી ગયો હોવા છતાં વૃદ્ધ પેન્શન સહાય મેળવતા લાભાર્થીઓને સહાયની રકમ ન મળતા પરેશાની અનુભવી રહ્યા છે. દિવાળી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વયોવૃદ્ધ લોકોને વિધવા પેન્શનની રકમ જે તે લાભાર્થીના પોસ્ટ ખાતામાં જમા કરાવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ બીપીએલ કાર્ડની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી બંધ છે જેથી આર્થિક રીતે નબળા લોકો અને વૃદ્ધો પેન્શન સહાયથી વંચિત રહેવા પામ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આગેવાનો સાથે મોટી સંખ્યામાં વયોવૃદ્ધ લોકોએ પોસ્ટ ખાતાની ચોપડી સાથે કલેકટર કે રાજેશ સમક્ષ રજૂઆત કરી હતી, તેમજ વૃધ્ધ પેન્શનના લાભાર્થીઓને ઉંમરના દાખલા સરકારી હોસ્પિટલમાંથી આપવામાં ન મળતા વૃધ્ધ લોકો આર્થિક લાભથી વંચિત રહેતા હોવાની ફરિયાદો કલેકટરને કરવામાં આવી છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -