હાલ વરસાદે વિરામ લીધા બાદ મોટાભાગનાં સ્થળોએ ગંદકીના ઢગ જોવા મળે છે અને ઘેર ઘેર માંદગીના ના ખાટલા જોવા મળે છે જેને પગલે નાના-મોટા તમામ દવાખાના ઉપર દર્દીઓની લાઈનો લાગેલી જોવા મળે છે અને સતત ધંધા ની જેમ પૈસા જ કમાવા ની લાઈનમાં નિયમોને નેવે મૂકી અનેક ડોક્ટરો દ્વારા થઈ રહેલી વિવિધ પ્રકારની બેદરકારી ઓ પણ સામે આવી રહી છે જેમાં લિંગ પરીક્ષણ ગર્ભપાત અને લાયકાત કે ડિગ્રી વિના સરે આમ કરવાથી પ્રેક્ટિસ સહિતના અનેક મુદ્દાઓ સામે આવે છે સુરેન્દ્રનગરમાં ઘણા સ્થળોએ દવાખાનાનો કચરો નાખવામાં આવી રહ્યો હોવાની રાવ ઉઠવા પામી છે.તેમાં પણ ખાસ કરીને આજુબાજુમાં વધુ દવાખાના હોય તેવા વિસ્તારોમાં આવા મેડિકલ ના વધેલા કચરાનો અ યોગ્ય રીતે નિકાલ થતો હોવાની ચોંકાવનારી વિગતો ધ્યાને આવ્યું છે અને ઘણી વખત શહેરમાંથી વિવિધ સ્થળોએથી ત્યજી દેવાયેલા બાળકો તેમજ ભ્રુણ મળવાના કિસ્સાઓ પણ ઘટી ચૂકયા છે ત્યારે તાજેતરમાં જ સુરેન્દ્રનગર શહેરમાં ટાંકી ની બાજુ મા જયાં આજુબાજુ અનેક દવાખાનાઓ આવેલા છે ત્યાં ની પાસે ઇન્જેક્શન દવાઓ તેમજ સિરિંઝ અને નીડલ સહિતની અનેક પ્રકારનો મેડિકલ વેસ્ટ બિન્દાસ ફેંકેલો જોવા મળી રહ્યો છે જે ખરેખર ગંભીર ચોંકાવનારી અને ખતરા જનક બાબત છે નિયમો અનુસાર દવાખાનું મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે અને આવા મેડિકલ વેસ્ટ નું કલેક્શન લેવા માટે નિયમિત રીતે વિશેષ વાહનો ની પણ ચાર્જેબલ સેવાઓ પણ આવતી હોય છે પરંતુ તેમાં વજન પ્રમાણે પ્રતિ કિલો નો ચાર્જ ચૂકવવો પડતો હોવાથી નાણાં બચાવવા માટે ડોક્ટરો દ્વારા મેડિકલ વેસ્ટનો અયોગ્ય રીતે જ્યાં-ત્યાં નિકાલ કરાતો હોવાનું અતિ ગંભીર બાબત છે એવું પણ સૂત્રો દ્વારા જણાવાયું હતું ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર સહિત નાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવા અયોગ્ય મેડિકલ વેસ્ટ ફેલાવતા ડોક્ટરો સામે તાત્કાલિક યોગ્ય પગલા લેવા લોકોમાં તીવ્ર લોકમાંગ ઉઠવા પામી છે

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -