સુરેન્દ્રનગર : “સ્વદેશી અપનાવો દેશ બચાવો” કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

સુરેન્દ્રનગરના લીંબડી સરસ્વતી વિદ્યાલય ખાતે સ્વદેશી અપનાવો દેશ બચાવો તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. મળતી વધુ માહિતી અનુસાર ગાંધીબાપુની 150મી જન્મ જયંતી નિમિત્તે સરસ્વતી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય દ્વારા રાષ્ટ્ર હિતાર્થે સ્વદેશી જાગરણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વદેશી ભંડારાનું આયોજન કરી સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું,

પ્લાસ્ટિક ઉપયોગ નિષેધ કરી પર્યાવરણ બચાવોના નારા લગાવી કાગળની થેલી અને કાપડની થેલીનું ઉપસ્થિત લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું, આમ “સ્વદેશી અપનાવો દેશ બચાવો” “સ્વચ્છતા અપનાવો આરોગ્ય બચાવો” પ્લાસ્ટિક નિષેધ પર્યાવરણ બચાવોના સૂત્ર સાથે કાર્યક્રમ યોજાયો હતો.

Share This Article