ધ્રાંગધ્રા નજીક પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટેલા આરોપી હિતુભા ઝાલાને ભગાડવામાં અન્ય ચાર શખ્સના નામ ખુલ્યા છે જેમાં ભૂતપૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલ, ભગીરથસિંહ ચુડાસમા, પકો ઉર્ફે કાચો ચીલો અને ફોર્ચ્યુનર કારના માલિક જાસ્મીન કોઠારીના નામો ખુલ્યા છે. અમદાવાદ પોલીસના જાપ્તામાંથી આરોપી હિતુભા ઝાલા ભાગી ગયો બાદ સુરેન્દ્રનગર પોલીસે ફોર્ચ્યુંનર કારના ડ્રાઈવર હિતેશ જોશીને ઝડપી પાડ્યો હતો. જેની તપાસ બાદ વધુ ચાર શખ્સોના નામ બહાર આવ્યા છે. પોલીસે ૪૮ કલાકમાં ગુનો નોંધાયા બાદ આરોપીને ભગાડી જનાર તમામની કડીઓ પકડી પાડી છે. અગાઉ ભૂતપૂર્વ હોગાર્ડ કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલ સામે એક કંપનીના એકાઉન્ટન્ટનો અપહરણ કેસમાં અને દારૂ પીધેલી હાલતમાં પકડવાના કેસો થયેલા છે. આમ બ્રિજરાજસિંહ ગોહિલ સામે આ ત્રીજો ગુનો નોંધાયો હિવ ની પણ માહીતી મળી રહી છે આરોપીને મદદ કરનાર તમામની પોલીસે કડીઓ મેળવી હોવાં ની માહીતી ને લઇ પોલીસે આગળ તપાસ હાથ ધરી એક પી.એસ.આઈ. સહિત ચાર પોલીસકર્મીઓના જમીનધાં ગધ્રા કોર્ટે મંજૂર કર્યા હતા.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -