ભારે વરસાદના લીધે ગુજરાતમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને સતત વરસતા વરસાદના લીધે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થાય તેવી વકી છે. ગુજરાતમાં વરસાદે પાંચ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. સતત વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાઈ રહે અને છોડને સૂર્યપ્રકાશ મળી શકતો નથી જેના લીધે વિકાસ અટકે છે. સતત પાણીના ભરાવાથી પાક પીળો પડી જાય છે અને સૂકાઈ જાય છે. ત્યારે લીંબડીમાં છેલ્લા એક પખવાડિયામાં વરસેલા ભારે વરસાદના કારણે મુળી વિસ્તારમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ પામી હોય તાત્કાલિક અસરથી ખેતરોમાં સર્વે કરીને નિષ્ફળ ગયેલા પાક અંગે વિમો ચુકવવાની માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. લીંબડીમાં કિસાન સંઘના નેજા હેઠળ એકત્ર થયેલા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને વિમાની સહાય ચુકવવામાં દાખવાતી બેદરકારી અંગે ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરી હતી.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -