સુરેન્દ્રનગર જિલ્લો જાણે ક્રાઈમનું હબ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે અવાર-નવાર જુથ અથડામણ, ફાયરીંગ અને હત્યા સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ફરી શહેરમાં એક વ્યક્તિની હત્યાનો બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં શહેરનાં છેવાડાના વિસ્તાર એવા વડનગર ખાતે આવેલ ગંગાનગર હુડકો સોસાયટીમાં એક વ્યક્તિની તીક્ષણ હથિયારો વડે હત્યાનો બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવાં પામી હતી. એક જ સમાજના બે લોકો વચ્ચે બોલાચાલી થતા સાત જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી એક વ્યક્તિની હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યુ છે. સુત્રોના જણાવ્યા મુજબ, એક જ સમાજના બે પાડોશી વચ્ચે પૌત્રને પૌત્રીના મૈત્રી સંબંધો બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યોહતો. આરોપીની પુત્રી સાથે મૃતક ભીખાભાઈ દેત્રોજના પુત્રના મૈત્રી સંબંધ હતા. જેને લઈ ઝઘડો થતા ઉશ્કેરાટમાં આવી સાત લોકોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી ભીખાભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવની જાણ થતા સુરેન્દ્રનગર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ હુમલામાં અન્ય ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -