મા અંબાની આરાધનાના પવિત્ર પર્વ એવા નવરાત્રિની પૂર્ણાહુતિને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રીમાં ફિલ્મી સ્ટાઈલ ગરબાની ધુમ મચી રહી છે ત્યારે રાજ્યના કેટલાક ભાગોમાં આજે પણ પરંપરાગત ગરબાની પરંપરા અકબંધ છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ધાંધલપુર ગામે ગાંધીચોક નવરાત્રીમા દરવર્ષે ૮ થી ૧૨ વર્ષની બાળાઓ દ્વારા નવ દિવસ અલગઅલગ રીતે રાસ ગરબા કરવામાં આવે છે. મોગલરાસ, તલવારરાસ, દિપરાસ જેવા રાસ કરીને નવદિવસ માતાજીની ભકિત કરતી જોવા મળે છે. ત્યારે આઠમ પ્રસંગે બાળાઓ હાથમાં દિવા લઈને દિપ રાસ રમી હતી. તેમના આ ગરબારાસ જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. મોટા શહેરોમા હાલ જ્યારે આધુનીક ગરબાના આ યુગમાં ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ પંરપરા પ્રમાણે આપણી સંસ્કૃતિને લોકો ભુલીના જાય તેવા હેતુથી આવા રાસ કરીને લોકોને વાકેફ કરાવે છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -