અબડાસાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટીમે ચરસના 10 પેકેટ જપ્ત કર્યા

Subham Bhatt
1 Min Read

અબડાસાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટીમને ચરસના 10 પેકેટ મળી આવ્યાં હતા. જખૌના કરમથા દરિયા કિનારેથી BSFને પેટ્રોલિંગ દરમ્યાન બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યાં હતા. આજે રવિવારે આશરે 10.30 કલાકે, BSF ભુજની એક પેટ્રોલિંગ ટીમે સરહદી જખૌના દરિયા કિનારે આવેલા કરમથાના વરાયા થાર બેટમાંથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં જપ્ત કર્યા હતા.આ ઝડપાયેલા પેકેટના પેકેજિંગ પર ‘કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી ચોખા’ લખેલું છે.

BSF team seizes 10 packets of charas from Jakhau coastal area of ​​Abadsa

અગાઉ પણ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ્સે જખૌ કોસ્ટ અને ક્રીક વિસ્તારમાંથી ચરસના પેકેટો જપ્ત કર્યા છે.સલામતી દળની સત્તાવાર યાદી અનુસાર બીએસએફ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલા આ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી દરિયાઈ મોજા સાથે ધોવાઈ ગયા હોય અને ભારતીય કિનારે પહોંચ્યા હોય તેવું લાગે છે. 20મી મે 2020થી BSF અને અન્ય એજન્સીઓ દ્વારા 1516 પેકેટો રિકવર કરવામાં આવ્યા હોવાનું BSF ગુજરાત ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Share This Article