ગામ દ્વારા સામૂહિક વીજ બિલ ભરવાના બહિષ્કારની ચીમકી

Subham Bhatt
2 Min Read

વઢવાણ તાલુકાના ખેરાળી ગામમાં ગ્રામજનો દ્વારા 2015થી વીજપ્રશ્નોની અનેકવાર રજૂઆતો કરવા છતાં હલ ન થતા રોષ ફેલાયો છે. આથી સોમવારે સરપંચ સહિત ગ્રામજનો દ્વારા વડાપ્રધાન સહિત ઉચ્ચકક્ષાઅે લેખિતમાં રજૂઅત કરી વીજ અધિકારીને આવેદન આપ્યું હતું. વઢવાણ તાલુકાના ખેરાળી ગામમાં અંદાજે 7500 લોકોની વસ્તી વસવાટ કરી રહી છે.ત્યારે 2015થી લઇને આજદિન સુધી વીજપુરવઠાનો પ્રશ્ન હલ ન થતા લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે ગામના સરપંચ જુવાનસિંહ ડોડીયા, ચાવડા હર્ષદભાઈ, મકવાણા ગૌતમભાઈ, ચમનભાઇ પારઘી સહિતના ગ્રામજનોઅે લેખિતમાં વડાપ્રધાન તેમજ ગાંધીનગર અને જિલ્લાકક્ષાના જુદા જુદા વિભાગોને રજૂઆત સાથે વીજ અધિકારીને સોમવારે આવેદન આપ્યું હતું.

Village boycott of mass electricity bill

જેમ‍ાં જણાવ્યા મુજબ ગામમાં વારંવાર વીજપુરવઠો ખોરવાઇ જવા, વીજ સેવા નિયમોનુસાર પૂરી ન પાડવા, અધિકારીઓ દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન તથા જવાબ આપવા રજૂઅાત કરાઇ હતી.આ ઉપરાંત ગામથી 1.5 કિમી દૂર આવેલા જેટકો સબ સ્ટેશનથી અલગ ફિડર કરવા, પાયલોટ પ્રોજેકેટ બનાવી ખેરાળી સુધી ફીડર લાઇન અંડર ગ્રાઉન્ડ કરવાની દરખાસ્ત-પ્રપોજલ બનાવવા નવીનતમ પ્રયોગ હાથ ધરવા અને છેલ્લા 7 વર્ષથી ગ્રામજનો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેનો કાયમી નિરાકરણ લાવવાની માગ કરી હતી.અને જો કોઇ પગલા લેવામાં નહીં અાવે તો ન છૂટકે સંવૈધાનિકક લડત કરવાની તેમજ ગામ અને ગ્રામપંચાયત દ્વારા વીજવિભાગ વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. સમગ્ર ગામ દ્વારા સામૂહિક રીતે વીજ બિલ ભરવાનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા ચકચાર ફેલાઇ હતી.

Share This Article